Sunday, 13 October 2024

બાળપણ


 બાળપણ

બાળપણના રમકડાં, માણ્યા મીઠા દિવસો,

લખોટીની લાઈનમાં, હતો ઝગમગતો ચમકાર.

ગિલ્લી-ડંડાની મસ્તીમાં, હવામાં ઉડતા સપનાં,

લંગડીની લડાઈમાં, ફૂલ્યા જરા પણ શ્વાસો.

ભમરડાનું ઘૂમવું, જેવા જીંદગીના ચક્ર,

એક જમાનો પકડ-પકડીમાં, હોંશ રગે-રગમાં.

ન હોતા સ્માર્ટફોન, ન હોતી કોઈ ચિંતા,

મિત્રો સાથે રમતાં, બસ હાશ હતી એની હવા.


હસતા ચહેરા, નિર્દોષ ખેલ,

બાળપણના એ મીઠા મેળ.

હવે તો બસ યાદો, રમે છે મનમાં,

બાળપણની એ મજાની કહાણી નભમાં.


રમતો અને હાસ્ય, એ સમયના રાજા,

બાળપણની મીઠી યાદ, અમૃતના અમે હતા રાજા.

AV

दशहरा की हार्दिक शुभकामनाएँ!

   आप  सभी को दशहरा की हार्दिक शुभकामनाएँ! आने वाले दिन आपके और आपके परिवार के लिए सुख, शांति, समृद्धि और एक स्वस्थ जीवन लेकर आएँ।   _    EC...